રાજકોટ બ્રેકિંગ: શહેરમાં દારૂ વેચાણની ચર્ચા, પ્રેમપ્રકરણમાં હંગામો અને બે અકસ્માત

SHARE:

રાજકોટ બ્રેકિંગ: શહેરમાં દારૂ વેચાણની ચર્ચા, પ્રેમપ્રકરણમાં હંગામો અને બે અકસ્માત

રાજકોટ શહેરમાં આજે વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. મેટોડા GIDC વિસ્તારમાં દારૂ વેચાણની ચર્ચા વચ્ચે રેસકોર્સ ગાર્ડન પાસે પ્રેમપ્રકરણમાં હંગામો સર્જાયો હતો. બીજી તરફ 150 ફૂટ રિંગ રોડ અને કોટેચા ચોક વિસ્તારમાં નાના અકસ્માતોને કારણે થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.


મેટોડા GIDCમાં દારૂ વેચાણને લઈને ઉઠ્યા સવાલો

રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાતો અને પીવાતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે વિસ્તારમાં દારૂની હેરફેર ધડલ્લે ચાલી રહી છે, છતાં પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી થતી નથી. જેના કારણે લોકોમાં સવાલો ઊભા થયા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે પોલીસ દ્વારા આ મામલે તપાસ કરી દોષિતો સામે કડક પગલાં લેવાં જોઈએ.


રેસકોર્સ ગાર્ડન પાસે પ્રેમપ્રકરણમાં સર્જાયો હંગામો

રાજકોટના રેસકોર્સ ગાર્ડન વિસ્તારમાં એક યુવક પોતાની પ્રેમિકાને મળવા આવ્યો હતો ત્યારે અચાનક તેની પત્ની ત્યાં આવી પહોંચી હતી. પત્ની અને યુવક વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને યુવકને માર મારવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બંનેને પોલીસ ચોકીમાં લઈ જઈ વધુ પૂછપરછ શરૂ કરી હતી.


150 ફૂટ રિંગ રોડ પર કાર અને બોલેરો વચ્ચે અકસ્માત

રાજકોટના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર દ્વારિકાધીશ હોટલ નજીક કાર અને બોલેરો વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે થોડો સમય ટ્રાફિક ધીમો પડી ગયો હતો. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ બંને વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા વાહનવ્યવહાર ફરી સામાન્ય બનાવાયો હતો.


કોટેચા ચોક નજીક રીક્ષા અથડાતા બોલાચાલી

કોટેચા ચોક વિસ્તારમાં રીક્ષા અથડાતા બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. નાના અકસ્માત બાદ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા થોડા સમય માટે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આસપાસના લોકોએ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો. ત્યારબાદ સ્થિતિ ફરી સામાન્ય બની ગઈ હતી.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']