જસદણમાં ડીઝલ માટે ખેડૂતોની હાહાકાર, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર
સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની અછત હવે ખેડૂતો માટે મોટી મુશ્કેલી બની રહી છે. ખેતીની મહત્વપૂર્ણ સીઝન વચ્ચે ડીઝલ ન મળતાં ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. હાલ પરિસ્થિતિ એવી બની છે કે ખેડૂતોને ડીઝલ મેળવવા માટે મોડીરાત્રથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડી રહ્યું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ, 10 થી 12 કલાક સુધી રાહ જો્યા બાદ પણ પૂરતો ડીઝલ મળતો નથી. ઘણા સ્થળોએ મર્યાદિત જથ્થામાં જ ડીઝલ આપવામાં આવતું હોવાથી અનેક ખેડૂતો ખાલી હાથે પરત ફરી રહ્યા છે. ટ્રેક્ટર, પાણીના પંપ અને કૃષિ સાધનો માટે ડીઝલ અત્યંત જરૂરી હોવા છતાં પૂરતો પુરવઠો નહીં મળતા વાવણીની કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે.
ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો ખેતીના કામમાં મોટું નુકસાન થઈ શકે છે. એક તરફ વધતા ખર્ચ અને બીજી તરફ ડીઝલની અછતને કારણે ખેડૂતોની સ્થિતિ વધુ કપરા બની રહી છે. પેટ્રોલ પંપો પર ભારે ભીડ અને લાંબી લાઈનોને કારણે અનેક જગ્યાએ અવ્યવસ્થાના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે.
ખેડૂતોએ સરકાર અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક પૂરતો ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી છે જેથી ખેતીની કામગીરી સરળતાથી આગળ વધી શકે.


