રાજકોટમાં ખોડલધામના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય ધાર્મિક આયોજન, ખોડલ માતાજીના રથનું થશે પ્રસ્થાન
રાજકોટ: લેઉવા પટેલ સમાજની અગ્રણી અને સૌથી મોટી ધાર્મિક સંસ્થા દ્વારા કાગવડ સ્થિત ના ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે સમાજમાં આધ્યાત્મિકતા, એકતા અને સંસ્કૃતિનો સંદેશ પહોંચાડવા માટે ખાસ કાર્યક્રમો યોજાશે.
માહિતી મુજબ, ખોડલધામ મંદિરના દશક પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ખોડલ માતાજીના ભવ્ય રથનું પ્રસ્થાન કરવામાં આવશે. આ રથયાત્રાનું પ્રસ્થાન સંસ્થાના ચેરમેન ના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, ભક્તો અને ટ્રસ્ટના હોદ્દેદારો હાજર રહેશે.
આ ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારા વિવિધ ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજનને ભવ્ય અને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
- સમાજમાં સેવા, સંસ્કાર અને એકતાનું પ્રતિક બની રહેલું ખોડલધામ મંદિર આજે માત્ર ધાર્મિક આસ્થા કેન્દ્ર નહીં પરંતુ સમગ્ર પટેલ સમાજ માટે ગૌરવનું પ્રતિક બની ગયું છે. ૧૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે યોજાનાર કાર્યક્રમોને લઈને સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


