મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં NDAની મહાસભા, વિકાસના રોડમેપ પર થશે ચર્ચા

SHARE:

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં દિલ્હીમાં NDAની મહાસભા, વિકાસના રોડમેપ પર થશે ચર્ચ

નવી દિલ્હી: કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે દિલ્હીમાં NDA (નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ) શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રી‎ય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત ભાજપ અને NDAના અનેક વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે.

માહિતી મુજબ બેઠક દરમિયાન કેન્દ્ર સરકારની છેલ્લા 12 વર્ષ દરમિયાન અમલમાં મુકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને ગરીબ કલ્યાણ સંબંધિત કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવશે. સાથે જ NDA શાસિત રાજ્યોમાં કેન્દ્રની યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે પણ ચર્ચા થશે.

બેઠકમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યના સફળ વિકાસ મોડલ, નવીન પહેલો અને સુશાસનના અનુભવો રજૂ કરશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરવા તેમજ આગામી વર્ષોમાં વિકાસકાર્યોને વધુ ગતિ આપવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.

રાજકીય દ્રષ્ટિએ પણ આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. NDAના તમામ સહયોગી પક્ષો વચ્ચે એકતા અને સંકલન મજબૂત બનાવવા, આગામી ચૂંટણીલક્ષી વ્યૂહરચના અને જનસંપર્ક અભિયાન અંગે પણ ચર્ચા થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશના વિકાસ, આધુનિકીકરણ અને વૈશ્વિક સ્તરે ભારતની છબીને મજબૂત બનાવવાના અનેક પ્રયાસો કર્યા છે. આ બેઠકને NDA માટે આગામી સમયની રાજકીય અને વિકાસલક્ષી દિશા નક્કી કરનારી મહત્વની બેઠક તરીકે જોવામાં આવી રહી છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']