સંસદમાં સાંસદે પુછ્યું ગુજરાત અને મહેસાણામાં સ્ટેડિયમ ક્યારે કાર્યરત થશે, મંત્રીએ કહ્યું- રાજ્ય સરકારનો મુદ્દો છે
મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે લોકસભામાં ઉઠાવ્યો રમતગમત સ્ટેડિયમનો મુદ્દો. ઉત્તર ગુજરાત અને મહેસાણામાં નવા સ્ટેડિયમના નિર્માણ અંગે પૂછ્યો પ્રશ્ન. છેલ્લા ત્રણ વર્ષમાં બનેલા આઉટડોર અને ઇન્ડોર સ્ટેડિયમ મામલે સરકાર પાસે માંગી માહિતી. નવા સ્ટેડિયમ ક્યાં સુધીમાં બનશે તે અંગે પણ સાંસદે કર્યો સવાલ. રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ લોકસભામાં આપ્યો સવિસ્તાર પ્રત્યુત્તર. રમતગમત રાજ્યનો વિષય હોવાથી સ્ટેડિયમ બનાવવાની જવાબદારી રાજ્ય સરકારની છે તેમ રમતગમત પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. રાજ્ય સરકારની દરખાસ્તના આધારે કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડે છે. ‘ખેલો ઇન્ડિયા’ અને ‘NSDF’ યોજના હેઠળ માંગ-આધારિત ભંડોળ ફાળવવામાં આવે છે.
હળવદના વેગડવાવ ગામે ખેતરમાં લાગી આગ, મોટાભાગનો મોલ સળગી ગયો
મોરબીના હળવદના વેગડવાવ ગામે ખેતરમાં લાગી આગ. ખેતરમાં ઘઉંના ઊભા મોલમાં આગ લાગી. આગને કારણે ખેતરમાં મોટાભાગનો મોલ સળગી ગયો. ખેડૂત અને આસપાસના લોકોએ જીવના જોખમે આગને પ્રસરતી અટકાવવા પ્રયત્નો કર્યા. ખેતર પરથી પસાર થતા વીજવાયરમાંથી તણખો પડ્યો હોવાથી આગ લાગ્યાનું ખેડૂતોનું અનુમાન.
રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં 38 કરોડનો દારુ ઘૂસાડાયોઃ ખેડાવાલા
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પુછેલા પ્રશ્નના જવાબમાં જણાવાયુ છે કે, આજે વિધાનસભામાં મારો પ્રશ્ન હતો કે રાજ્યમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી કરોડો રૂપિયાનો દારૂ ઘુસાડવામાં આવે છે. 38 કરોડનો દારૂ ઘુસાડવામાં આવ્યો છે. સરકારે આપેલા આંકડા ચોંકાવનારા છે. આ ગાંધીના ગુજરાતમાં કાગળ પણ દારૂબંધી છે. ગિફ્ટ સિટીમાં દારૂની પરમીટ આપવામાં આવી છે. મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસી જાય છે. બોર્ડર પર sp અને રેન્જ આઈજીની જવાબદારી સરકારે નક્કી કરવી જોઈએ. સરકારે આપેલી માહિતી માત્ર બોર્ડર પરથી પકડાયેલો દારૂની વિગત છે એના સિવાય મોટા પ્રમાણ માંગુજરાત માં દારૂ ઘુસી ગયો હશે.


