રાજકોટમાં યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ, પેટ્રોલ પંપ પર ઝાલમુરી અને Melody ચોકલેટ વહેંચી સરકાર સામે ઉઠાવ્યા સવાલો

SHARE:

Rajkot Murder, Rahul Vishwakarma, Aakashvani Chowk Rajkot, Rajkot Crime News, Kalawad Road Opium Case, NDPS Case Rajkot, Morbi Gambling Raid, Gujarat Crime News, Breaking News Gujarat, Police Investigation

રાજકોટમાં યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ, પેટ્રોલ પંપ પર ઝાલમુરી અને Melody ચોકલેટ વહેંચી સરકાર સામે ઉઠાવ્યા સવાલો

રાજકોટમાં વધતી મોંઘવારી અને ઇંધણના ભાવવધારાના મુદ્દે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના એક પેટ્રોલ પંપ ખાતે યુથ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ લોકોને ઝાલમુરી અને Melody ચોકલેટનું વિતરણ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વનોલે જણાવ્યું હતું કે સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોનું આર્થિક સંતુલન ખોરવાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં થતા વધારાની સીધી અસર પરિવહન ખર્ચ પર પડી રહી છે, જેના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. પરિણામે સામાન્ય નાગરિકોને રોજિંદા ખર્ચમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

યુથ કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે સરકાર મોંઘવારી નિયંત્રણમાં લાવવામાં નિષ્ફળ રહી છે અને સામાન્ય જનતાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવતી નથી. આ અનોખા વિરોધ દ્વારા લોકોનું ધ્યાન મોંઘવારી અને વધતા ઇંધણના ભાવોના મુદ્દા તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']