રાજ્યભરમાં સાયબર માફિયાઓ સામે ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’

SHARE:

ગાંધીનગરથી મોટા સમાચાર : રાજ્યભરમાં સાયબર માફિયાઓ સામે ગુજરાત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’

ગાંધીનગર : રાજ્યમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના કેસોને લઈને ગુજરાત પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં મોડીરાત સુધી યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાજ્યભરમાં ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ સાયબર માફિયાઓ અને તેમના નાણાકીય નેટવર્ક સામે વ્યાપક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મળતી માહિતી મુજબ બેઠકમાં રાજ્યના વિવિધ પોલીસ વિભાગો, સાયબર ક્રાઇમ યુનિટ, CID ક્રાઇમ તેમજ અન્ય તપાસ એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે વિગતવાર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

સાયબર ઠગો દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હજારો નાગરિકોને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનાવી કરોડો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. ખાસ કરીને મ્યુલ બેંક એકાઉન્ટ, ફેક કોલ સેન્ટર, ડિજિટલ અરેસ્ટ, ટ્રેડિંગ અને લોન ફ્રોડ જેવા ગુનાઓમાં સંડોવાયેલા તત્વો પર પોલીસની ખાસ નજર રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મધરાતથી જ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શંકાસ્પદ એકાઉન્ટ, સાયબર ગેંગ અને તેમની સાથે સંકળાયેલા લોકોની ઓળખ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવશે. ગુજરાત પોલીસનું સાયબર ક્રાઇમ નેટવર્ક, સ્થાનિક પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ સંયુક્ત રીતે આ ઓપરેશનને અમલમાં મૂકાશે.

પોલીસ અધિકારીઓનું માનવું છે કે ‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’ દ્વારા સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થશે અને નાગરિકોના નાણાંની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. રાજ્યભરના સાયબર માફિયાઓ માટે હવે આગામી દિવસો મુશ્કેલ બની શકે છે, કારણ કે ગુજરાત પોલીસ તેમના પર ચારે બાજુથી શિકંજો કસવાની તૈયારીમાં છે.

Rajkot ki Aawaz
Author: Rajkot ki Aawaz

[the_ad id='179']